ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના- બનાસકાંઠા જિલ્લો

ક્ષત્રિય ઠાકોર સેના ગુજરાત -બનાસકાંઠા જીલ્લો આપનું હાર્દિક સ્વાગત કરે છે.

Thursday, December 18, 2014

ઠાકોર ...............

                        સૌરાષ્ટ્ર સિવાયના ગુજરાતના ઉત્તર ગુજરાત અને તળ ગુજરાતના આ ક્ષત્રિયોની વસતી લગભગ ૪૫% જેટલી છે. આમાં ઉત્તર ગુજરાતના પાલવી ઠાકોર, પાલવી દરબારો, ઠાકોરો, મધ્ય ગુજરાતના ઠાકોર(પાટણવાડીયા, બારૈયા-બારીયા) વિગેરે છે. આ વર્ગની મુખ્ય કોમો બૃહદ ખેડા જીલ્લો, પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, અમદાવાદ અને પંચમહાલ જીલ્લાઓમાં જોવા મળે છે. અન્ય જગ્યાએ આ ક્ષત્રિયોની વસતી નહીવત છે. સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં આ ક્ષત્રિય ઠાકોર કે પાલવી દરબારોની વસતી જોવા મળતી નથી.
ઉત્તર ગુજરાતના મહેસાણા અને પાટણ પ્રદેશના આ ઠાકોરો મોટેભાગે રજપૂત શાખ જ દર્શાવે છે. અને તેઓની રાજપૂત અટકો પણ છે. રજપૂત અટક સિવાય પણ અન્ય અટક કે શાખો જોવા મળે છે. જેમકે બાપ અટક, ગામ અટક વિગેરે. બૃહદ ખેડા જીલ્લાના કપડવંજ, બાલાસિનોર, માતર, બોરસદ, ઠાસરા, મહેમદાવાદ, નડીયાદ, ખંભાત, વિગેરે તાલુકામાં પણ રાજપૂત અટકો અને શાખ જોવા મળે છે. અને બાપ તેમજ ગામ અટકો પણ કેટલાક ક્ષત્રિયો લખાવે છે. સાબરકાંઠા વિસ્તારના બાયડ, પ્રાંતિજ, મોડાસા, મેઘરજ, ઇડર, હિંમતનગર તેમજ બનાકાંઠાના કાંકરેજ, વાગડોદ, ડીસા, રાધનપુર, પાલનપૂર, વડગામ વિગેરે વિસ્તારમાં આ કોમો મોટા સમૂહોમાં વસવાટ કરે છે. જયારે અમદાવાદ જીલ્લાના અમદાવાદ શહેર, દસક્રોઇ વિસ્તાર અને તેની આસપાસના પરાં વિસ્તાર તેમજ વિરમગામ તાલુકો, સુરેન્દ્રનગર જીલ્લાના પાટડી, દસાડા, અને લખતર તાલુકામાં, ગાંધીનગર જીલ્લાના દહેગામ, કલોલ વિગેરે જ્યારે પંચમહાલ જીલ્લાના ગોધરા, હાલોલ, કાલોલ, શહેરા, વડોદરા જીલ્લાના સાવલી, વડોદરા, પાદરા વિસ્તાર વિગેરે જગ્યાએ આ ખમીરવંતી અને સ્વમાની તેમજ લડાયક સ્વભાવની આ ક્ષત્રિય જાતિઓ મોટા મોટા સમૂહોમાં વસવાટ કરે છે. કેટલાક પ્રદેશોમાં ઠાકોર - ક્ષત્રિય વસતીના સળંગ પટ્ટા જોવા મળે છે. ચુવાળ પ્રદેશ, કટોસણ પ્રદેશ, વિરમગામથી લઈને બહુજરાજી વિસ્તાર વિસ્તાર, આ ઉપરાંત પાટણ વિસ્તાર, અને ખેડા જીલ્લાના કપડવંજ, બાલાસિનોર અને બોરસદ, બનાસકાંઠાના રાધનપુર,કાંકરેજ વિગેરે વિસ્તારોમાં આ કોમોના સળંગ પટ્ટા જોવા મળે છે. ઉપરાંત મહેસાણા જીલ્લાના ખેરાળુ, વડનગર, વિજાપુર, વિસનગર, સિદ્ધપુર વિગેરે વિસ્તારોમાં ઠાકોર જાતિના વિશાળ સમૂહો કે જૂથો જોવા મળે છે. મૂળે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં આ સમગ્ર કોમને ઠાકોર, રજપૂત, દરબાર, ઠાકરડા વિગેરે જેવા ઉપમાવાચક નામોથી ઓળખવામાં આવતા હતા. અને આજે પણ આ કોમને ઉપર મુજબના સંજ્ઞાવાચક નામોથી ઓળખવામાં આવે છે.કડી સર્વસંગ્રમાં જણાવ્યા મુજબ આ ક્ષત્રિય કોમો જુદા જુદા પ્રદેશોમાં ઉપર જણાવ્યા મુજબની શાખોથી ઓળખાય છે. મહીકાંઠા ડીરેકટરીમાં દર્શાવ્યા મુજબ મહીકાંઠા એજન્સી વિસ્તારમાં અંગ્રેજ હકુમત સમયે સાબરકાંઠા વિસ્તારના ઇડર, હિંમતનગર, નાની મારવાડ, તેમજ મહેસાણા જીલ્લાના કટોસણ બાવીસી, આંબલીયારા, બાંભર, દીયોદર, થરાદ ડીસા તાલુકો, કાંકરેજ, વડગામ વિગેરે વિસ્તારના ઠાકોરોને મહેવાસી તરીકે ગણાવ્યા હતા. આ સમગ્ર વિસ્તારના આ ઠાકોરો કે દરબારોએ અંગેજ સલ્તનત સામે પ્રતિકારો કરેલા. જે તોફાનો ન હતા. બલ્કે એક જંગ હતો. છીનવાતી આઝાદીની રક્ષા કરવાનો જંગ હતો. આ પ્રતિકાર અંગ્રેજ અને ગાયકવાડ સલ્તનતને મંજૂર ન હતો. તેથી અંગ્રેજ અને ગાયકવાડ સલ્તનતે મહીકાંઠા વિસ્તારના ઉપર જણાવેલા કેટલાક વિસ્તારના આ ક્ષત્રિયોને મેવાસી(તોફાની) ગણાવ્યા હતા. હાલ ઉત્તર ગુજરાતના કેટલાક ગામોને મહેવાસી કે મેવાસી કહેવામાં આવે છે.
                             વિસ્તારની દષ્ટીએ બનાસકાંઠાના ઠાકોરોનો પરગણાનો વિસ્તાર સાંતલપુરથી શરુ થઈને છેક વડગામ સુધીનો છે. અને આ સમગ્ર વિસ્તાર પાટણ સુધી ફેલાયેલો છે. આમ બનાસકાંઠાના ઠાકોરો મૂળે બનાસકાંઠાના હોઈ પોતાના સંબંધી ભાયાતોને માન આપીને બોલાવે છે. આમ છતાં બાનસકાંઠાના ઠાકોરો અને મહેસાણા જીલ્લાના વિસ્તારના ઠાકોરોના વ્યવહારઓમાં ઘણો તફાવત જોવા મળે છે. બનાસકાંઠાના કેટલાક વિસ્તારના ઠાકોરો પોતાની દીકરી આપે છે અને લાવે છે પણ ખરા. જ્યારે મહેસાણા વિસ્તારાના કેટલાક ઠાકોરો જ્યાંથી કન્યા લાવે છે ત્યાં દીકરીને આપતા નથી.અને જ્યાં દીકરી આપે છે ત્યાંથી કન્યા લાવતા નથી. જો કે વડનગર અને વિસનગર વિસ્તારના ૧૨ પરાંના વિસ્તારમાં આમાં કેટલોક અપવાદ છે. જે ઠાકોરો બાર પરાં ગોળમાં જોડાયેલા છે તે એક બીજાને કન્યાઓ આપે છે અને લે છે પણ ખરા. થોડાક સમયથી આ ગોળમાં જ કન્યાઓ આપવા લેવાનો વ્યવહાર વિકસિત થતો જોવા મળ્યો છે. આમ થવાથી સગોત્ર લગ્નો થવાનો સંભાવના વધી જવાની શક્યતાઓ રહેલી
                        બનાસકાંઠાના ઠાકોરોમાં ક્ષત્રિય અટકો ઉપરાંત તેમના ગામ અથવા તો કુટુંબના વડવાના નામ પરથી અટકો થયેલી જોવા મળે છે. જ્યારે મહેસાણા જીલ્લાના વિસ્તારમાં ઠાકોરોમાં માત્ર ક્ષત્રિય જ અટક રાખેલી જોવા મળે છે. હાલમાં આ સમગ્ર કોમ ઉત્તર ગુજરાતના મહેસાણા વિસ્તારમાં ઠાકોર કે દરબાર કે રજપૂત તરીકે ઓળખાય છે. જ્યારે મધ્ય ગુજરાત બાજુ ઠાકોર કે પાટણવાડીયા કે દરબાર તરીકે પોતાને ઓળખાવે છે. જ્યારે રાજઘરાના લોકો હજુ પણ આ સમગ્ર ક્ષત્રિય કોમને તેમનાથી નીચા માને છે. વર્તમાન અને ભૂતકાળમાં ઉત્તર ગુજરાતની આ ક્ષત્રિય કોમથી કણબીઓ કે કડવા પટેલો ડરીને ચાલતા ચાલે છે. અને હાલમાં પણ આ કોમનું વર્ચસ્વ અને જો હુકમી યથાવત રહેલુ છે જ્યારે ખેડા જીલ્લામાં ચરોતરના પટેલોના વર્ચસ્વ સામે આ વર્ગનું કાંઈ ચલતું નથી. આનુ કારણ આ વિસ્તારની આ ક્ષત્રિય કોમનું આર્થિક પછાતપણુ જવાબદાર છે. વળી ગાયકવાડ અને બ્રીટીશ સલ્તનતના વખતે પટેલોની વગ સારી એવી હતી. જેના કારણે કેટલાક અમીન અને દેસાઈ તેમજ દરબાર તરીકે આ પટેલ કોમ ઓળખાતી. હવે સૌ પોતાને પાટીદાર તરીકે ઓળખાવે છે. જો કે સ્વતંત્ર ચળવળ સમયે કેટલાય ઠાકોરોએ શહીદી વ્હોરેલી છે. પરંતુ આ બધાને મેવાસી કે બહરવટીયા તરીકે ઉપમા આપવામાં આવી છે. ગાયકવાડ સલ્તનત વખતે ખેડા જીલ્લાના પટેલોએ પોતાની વગના કારણે પાટીદાર તરીકે પોતાની ઓળખાણ આજે પણ જાળવી રાખી છે. અને એ જ રીતે ઉત્તર ગુજરાતના નાના નાના ઠાકોરો કે દરબારોએ પોતાનુ વર્ચસ્વ જાળવી રાખ્યું અને તેની હુંફ આજે પણ અકબંધ જોવા મળે છે. ઉત્તર ગુજરાતના ઠાકોરોમાં આજે પણ એકતા જોવા મળે છે જ્યારે મધ્ય ગુજરાતની આ ક્ષત્રિય કોમમાં એકતાનો અભાવ છે. આ વિસ્તારની ક્ષત્રિય પ્રજાની ગરીબાઈનુ પણ કારણ આ કોમની એકતા નથી તે જ છે. આજે પણ આ વિસ્તારના ઠાકોરો એક બીજા સાથે ઉંચનીચના ભેદભાવમાં જ મ્હાલે છે. આ વિસ્તારમાં રોજગાર ધંધા અને ફળદ્રુપ જમીનો હોવા છતાં કેટલાક કુરીવાજો, અંધશ્ર્દ્ધાઓ અને ખોટા વ્હેમો અને દારુ – જુગાર જેવી બદીઓને કારણે આ વિસ્તારની આ ક્ષત્રિય કોમ આજે પણ પછાત રહી જવા પામી છે. આજે આ વિસ્તારમાં પટેલ કોમ અગ્રેસર છે. જ્યારે આ વિસ્તારની કેટલાક ગણ્યા ગાંઠ્યા પરીવારો સિવાય આ સમગ્ર ક્ષત્રિય કોમનો મોટો વર્ગ મજૂરી પર આધાર રાખે છે. ટૂંકી જમીનો અને ખોટા ન પોષાય તેવા ખર્ચા અને વ્યવહારો ને કારણે અહીની મોટા ભાગની પ્રજા આર્થિક રીતે આજે પણ સબળ નથી. ચુંવાળ પંથક બાજુના પાલવી દરબારો, ઠાકોરો આજે પણ પોતપોતાને અલગ અલગ ઓળખાવે છે. કેટલાક પોતાને રજપૂત તરીકે પણ ઓળખાવે છે. આમ હકીકત જોવા જઈએ તો મહેસાણા, સાબરકાંઠા, અમદાવાદ, ગાંધીનગર અને ખેડા જીલ્લાના ઠાકોરો લગભગ એક જ હોય તેમ જણાય છે.
                        હવે બદલાયેલી પરિસ્થિતિના કારણે આ તમામ કોમો એકબીજાની નજીક આવવા લાગી છે. શૈક્ષણિક રીતે આ સમગ્ર સમાજ હવે આગળ આવવા માંડ્યો છે. હવે સૌ બધાને એકજ માને છે. હવે દીકરીઓ માટે ઉંચાકુળની સરખામણીએ શૈક્ષણિક રીતે આગળ પડતા કુંટુંબની ઓળખાણ પહેલાં જોવામાં આવે છે.