ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના- બનાસકાંઠા જિલ્લો

ક્ષત્રિય ઠાકોર સેના ગુજરાત -બનાસકાંઠા જીલ્લો આપનું હાર્દિક સ્વાગત કરે છે.

Tuesday, December 16, 2014

૩૬ રાજકુલોની ઉત્પતિ અને ક્ષત્રિયોનુ વિભાજન

૯મી શતાબ્દીમાં શંકરાચાર્ય દ્વારા વૈદિક ધર્મનો ઉદય કરવામાં આવ્યો ત્યારે બૌદ્ધ ધર્મના ઉઠી જવાથી જાતિ પ્રથા યા જાતિના બંધનો દ્રઢ થયા અને અનેક જાતિઓએ પોતાનાં વાડાઓ એટલા બધા મર્યાદિત કરી નાખ્યા કે જેના કારણે અન્ય સાંકૃયહીન સમાજો સાથે પણ સબંધો અસ્તિત્વમાં આવ્યા હતા. ક્ષત્રિયોએ પણ એ ક્ષત્રિયો સાથે ના વ્યવહારો બંધ કરી દીધા કે જે પોતાના સંસ્કારો ભૂલી ગયા હતા. આથી રાજઘરાનાનાં રાજવંશોએ પોતાનો એક અલગ સમૂહ બનાવ્યો અને આ સમૂહને ૩૬ રાજકુળ એવું નામ આપ્યું. આ ૩૬ કુળના ક્ષત્રિયો એ અન્ય ક્ષત્રિયો જેવા કે બૌદ્ધ ધર્માવલંબી પૂર્વ દક્ષિણ ભારતનાં ક્ષત્રિયોથી પોતાને અલગ કરવા લાગ્યા. સાથે સાથે જે ક્ષત્રિયો પોતાના મૂળ સંસકારોથી અળગા થયા હતા તેઓથી પણ અલગ થયા. અને આમ અહીથી છતીસ રાજવંશી ક્ષત્રિયો માટે “ રાજપૂત “ શબ્દ પ્રચલિત થઇ ગયો. રાજવંશોનાં પૂત્રો જના ભાષામાં “ રાજપૂત્ર “ નાં નામથી ઓળખવામાં આવતા હતા. આમ રાજપૂત્ર શબ્દ જ પાછળથી “ રાજપૂત “ બની ગયો, જે સંસ્કૃત શબ્દ છે. આ કારણે ઐતિહાસિક તથ્યોથી માલુમ થાય છે કે, મધ્ય ભારત, ઉત્તર ભારત રાજપૂતાના વિગેરે રાજવંશોના સંતાનો “ રાજપૂત “ નામથી પ્રચલિત થઇ ગયા અને તેમના સિવાય જે પણ ક્ષત્રિયો હતા, રાજઘરાના વાળા વંશજો પોતાનાથી નીચા માનવા લાગ્યા.
વાસ્તવમાં જે ક્ષત્રિયો છતીસ કુળમાં ન હતા તે પણ અસલ ક્ષત્રિયો જ હતા. પરંતુ રાજઘરાના વાળા પોતાને બાકીના ક્ષત્રિયોથી ઊંચા માનવા લાગ્યા. અને આ જ સમય ક્ષત્રિયોની પડતીનું કારણ માનવામાં આવે તો એમાં જરાય ખોટું નથી. કારણકે આ રાજવંશો પોતાને સૂર્યથી પણ ઊંચા માનવા લાગ્યા હતા, જે એક મિથ્યાભિમાન જ હતું. સૌથી પહેલા અરબ યાત્રી સુલેમાને (સ.૯૧૪) કંધારના ક્ષત્રિયો માટે “ રહબૂદો” શબ્દ પ્રયોજન કર્યો હતો કે જેઓ કંધાર દેશના નિવાસી હતા. મતલબ રહબૂદો નો અર્થ રાજપૂત નીકળ્યો હતો. બૌદ્ધ ધર્મ નાં જવાથી અને વૈદિક ધર્મના ઉદભવથી જાતિ પ્રથા ખુબ જ પ્રમાણમાં દ્રઢ થઇ તો ક્ષત્રિયોએ પણ પોતાનાં વિસ્તાર મર્યાદિત કરી દીધા હતા. જે ક્ષત્રિયો વિશુદ્ધ અને સાંકર્યહીન ઘરાનો સાથે લગ્ન વ્યવહારો કરતા હતા તેઓનો છતીસ કુળનાં રાજઘરાનાના ક્ષત્રિયોયે બહિષ્કાર કરી નાખ્યો. આથી જે શુદ્ધ ક્ષત્રિયો હતા તે પોતાને રાજપુત્ર ( રાજપૂત) કહેવા લાગ્યા અને ૩૬ રાજપૂત કુળની સ્થાપના કરી. એત: જે રાજપુત્રો હતા તે પોતાને રાજપૂત કહેવા લાગ્યા અને જે ક્ષત્રિયોનો ૩૬ કુળ જાતિમાં સમાવેશ ન હોતો થયો તેઓ પોતાને રાજપૂત નહિ પરંતુ ક્ષત્રિય તરીકે ઓળખાવા લાગ્યા અને પોતાને અસલ ક્ષત્રિય કહે છે.
આમ અહીથી ક્ષત્રિયો વચ્ચે એક મોટી ખાઈ ઉદભવ થઇ.આમ છતાં રાજપૂત કુળોએ અને અન્ય ક્ષત્રિયોએ કુળો પોતાના અટકો (શાખાઓ) એક જ પ્રકારની રાખી છે.રાજપૂત શબ્દ ક્ષત્રિય શબ્દનો પર્યાય છે અને આમ રાજપૂતો પ્રાચીન ક્ષત્રિયોનાં સંતાનો કે વંશજો છે. કારણ કે સૌથી પહેલા ક્ષત્રિય વર્ણ નું અસ્તિત્વ હતું. પોતાની પાસે રાજસત્તા અને રાજા જેવા મુખ્ય પદો હોવાના કારણે રાજઘરાનાવાલા ક્ષત્રિયોને સન્માન મળતું હતું. પરંતુ રાજયની સીમાઓનું રક્ષણ તો ક્ષત્રિય જ કરતા હતા કે જેઓને આજે રાજઘરાનાના લોકો યાની રાજપૂત લોકો પોતાનાથી અલગ કરે છે.
૩૬ રાજપૂત કુળોની ઉત્પતિ ૯મી -૧૦મી શતાબ્દીમાં થઇ અને સંભવતઃ ક્ષત્રિય જાતિના રાજ કરવાવાળા વંશોએ અન્ય ક્ષત્રિય જાતિયોથી પોતાને મર્યાદિત કરવા માટે આ રાજવંશી ક્ષત્રિયનાં સંતાનોને રાજપૂત્ર કહેવા લાગ્યા જે શબ્દ લોકબોલીમાં “ રાજપૂત્ર “ પ્રચલિત થઇ ગયો. ૩૬ રાજપૂત વંશની ઉત્પતિ ઘણી જ પુરાતન છે. કારણ કે ૧૩મી સદી પછી જે રાજપૂત શાખાઓની ઉત્પતિ થઇ એમાંના કોઈનો આ ૩૬ કુળોમાં ઉલ્લેખ નથી. પરંતુ આજે આ ૩૬ કુળોની યાદી વધીને ૧૦૦થી પણ વધારે જાતીયોમાં થઇ ગઈ છે. આ બધાજ કુળો સૂર્યવંશી અને ચંદ્રવંશી જાતીયોથી બન્યા છે. આજે કોઈ પોતાને ભરત વંશના માને છે , તો કોઈ પોતાને માંધાતા નાં વંશના તો કોઈ પોતાને સૂર્યવંશી કે કોઈ પોતાને ચંદ્રવંશી કહે છે. જો કે આ બધા ક્ષત્રિય જ છે. આજ કોઈ રાજપૂત, કારડીયા રાજપૂત તો કોઈ પાલવી દરબાર, પાલવી રાજપૂત, કોઈ પાલવી ઠાકુર, યા જમીનદાર યાતો જાગીરદાર નાં નામથી ઓળખાવે છે. જે કે પોતાના મોભાના કારણે આ તમામ રાજપૂત કોમો આજે પણ એકતા કરી શકી નથી કે સંગઠિત થઇ નથી. જે આપણા ભવિષ્ય અને આપણી સમસ્ત ક્ષત્રિય જાતિ માટે સારી નિશાની નથી.