ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના- બનાસકાંઠા જિલ્લો

ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના બનાસકાંઠા જીલ્લો આપનું હાર્દિક સ્વાગત કરે છે.

Saturday, May 23, 2015

ગાંધીનગર:ગત તા-૨૦/૦૫/૨૦૧૫ ના રોજ ગાંધીનગર જીલ્લાના માણસા તાલુકાના બોરુ ગામે શ્રી ચામુંડા માતાજીનો યજ્ઞ સવારે ૮-૦૦ કલાકે ,વરઘોડો બપોરે ૨-૦૦ કલાકે ભોજન સમારંભ ૬-૦૦ કલાકે તેમજ રાત્રે ૯-૦૦ કલાકે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાની મહાસભા તથા ૧૨-૦૦ કલાકે ઠાકોર સમાજના ખ્યાતનામ ફિલ્મસ્ટાર, ગીતકાર કલાકારો દ્વારા રાસ ગરબાનો ભવ્ય પોગ્રામ અક્ષર ફાર્મ ખાતે રાખવામાં આવ્યો હતો .આ પ્રસંગે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના અધ્યક્ષ માનનીય શ્રી અલ્પેશજી ઠાકોર સાહેબ,પ્રદેશ હોદ્દેદાર શ્રીઓ તેમજ સમગ્ર ગુજરાતના વિવિધ જીલ્લા,તાલુકા તેમજ ગામોના હોદ્દેદાર શ્રીઓ ,સૈનિકો ,આગેવાન શ્રીઓ,વડીલો ,માતાઓ તથા ભાઈઓ-બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસગને સફળ બનાવવા સ્વ.મકવાણા ચંદ્રસિંહ ખોડસિંહ પરિવાર વતીથી શ્રી વિજયસિંહ ચન્રસિંહે ખુબજ જહેમત ઉઠાવી હતી.ધન્ય છે તેઓશ્રીના માતા-પિતાને કે સમાજ કાર્ય કરવાપોતાના પુત્રને સૌ પ્રથમ શ્રી ચામુંડા માતાજીના આશીર્વાદ લેવાની પ્રેરણા આપી. આ પ્રસંગે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાનું ખુબ સરસ સ્વાગત તેમજ અભિવાદન કર્યું તે બદલ હું સેના વતીથી શ્રી વિજયસિંહ ચંદ્રસિંહ મકવાણા પરિવાર તેમજ ગ્રામજનોને ધન્યવાદ તેમજ આભાર વ્યક્ત કરું છું. .No comments:

Post a Comment